ભારતમાં દર વર્ષે 29 જાન્યુઆરીના રોજ યોજાતો "બીટિંગ ધ રિટ્રીટ" સમારોહ દર વર્ષે પ્રજાસતાક દિવસની ઉજવણીનો ઔપચારિક અને ભાવનાત્મક અંત જાહેર કરતી વિધિ હોય છે. 26 જાન્યુઆરીથી શરૂ થતી રાષ્ટ્રીય ઉજવણીઓનું આ અંતિમ પ્રકરણ દર વર્ષે રાષ્ટ્રપતિ ભવન સામેના વિજય ચોકમાં ભવ્ય રીતે યોજાય છે. ‘બીટિંગ ધ રિટ્રીટ’ શબ્દસમૂહનો ઉદ્ભવ યુરોપીયન સૈન્ય પરંપરામાંથી થયો છે. પ્રાચીન સમયમાં સાંજના સમયે ઢોલ વગાડી સૈનિકોને યુદ્ધ કે અભ્યાસ બંધ કરી પોતાની છાવણીઓમાં પરત ફરવાનો સંકેત આપવામાં આવતો હતો. આ પ્રક્રિયાને ‘બીટિંગ ધ રિટ્રીટ’ કહેવાતી. સમય જતાં આ સૈન્ય સંકેત એક ઔપચારિક સમારોહમાં રૂપાંતરિત થયો. ભારતમાં આ સમારોહનું વિશેષ મહત્ત્વ છે. આ અંગેનું કારણ એ છે કે તે દેશની સશસ્ત્ર દળોની સંગીત પરંપરા, શિસ્ત અને એકતા પ્રગટ કરે છે. સમારોહ દરમિયાન સેના, નૌકાદળ અને વાયુસેનાની બેન્ડ્સ દ્વારા દેશભક્તિ અને શાસ્ત્રીય ધૂનો રજૂ કરવામાં આવે છે. અંતમાં ‘સારે જહાં સે અચ્છા’ની મધુર ધૂન અને રાષ્ટ્રપતિ ભવનમાં હાજર તમામ મહેમાનોને ભાવવિભોર કરી દેતું હોય છે. ભારતમાં બીટિંગ ધ રિટ્રીટ સમારોહની શરૂઆત 1950ના દાયકામાં થઇ હોવાની માહિતી મળી રહે છે. વર્ષ 1952માં, આ સમારોહને ઔપચારિક સ્વરૂપે પ્રસ્થાપિત કરવામાં આવી હતી. ત્યારથી લઈને આજદિન સુધી આ સમારોહ ભારતની લોકશાહી પરંપરા અને સૈન્ય ગૌરવનું પ્રતીક બની રહ્યો છે. દર વર્ષે પ્રજા સત્તાક દિવસની ગૌરવભરી ગાથાને શાંત, ગૌરવપૂર્ણ અને સંસ્કારસભર અંત આપતો આ સમારોહ રાષ્ટ્રપતિ ભવનના સૌથી મહત્વના સમારોહ માંથી એક ગણવામાં આવે છે.
આ સમારોહમાં સામાન્ય રીતે ભારતના રાષ્ટ્રપતિ, વડા પ્રધાન, રક્ષા મંત્રી, ત્રણે સશસ્ત્ર દળોના પ્રમુખો, વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ, રાજદૂતો, તેમજ પ્રજાસત્તાક દિવસના મુખ્ય અતિથિ (Chief Guest) તરીકે આમંત્રિત વિદેશી મહાનુભાવ ઉપસ્થિત રહે છે. આ ઉપરાંત, વિવિધ ક્ષેત્રોના વિશિષ્ટ મહેમાનો અને ઉચ્ચ વહીવટી અધિકારીઓ પણ હાજર રહે છે. આજના બીટિંગ ધ રિટ્રીટ સમારોહમાં પણ પરંપરા મુજબ રાષ્ટ્રપતિ અને વડા પ્રધાનની ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રાષ્ટ્રપતિ ભવનની ભવ્ય દીવાસજ્જાએ સમારોહને સ્મરણિય બનાવી દીધો
Comments
તમારો પ્રતિભાવ આપો
હજુ સુધી કોઈ ટિપ્પણી નથી.