આરોગ્ય

જંક ફૂડની જાહેરાતો ઉપર લાગી શકે છે લગામ!! ઇકોનોમિક સર્વેમાં બાળકોમાં વધતી મેદસ્વીતા અંગે દર્શાવવામાં આવી ચિંતા

Bhavya D. Popat January 29, 2026 • 2 min read
શેર કરો:
0:00
AUDIO

ઇકોનોમિક સર્વે ૨૦૨૬માં જંક ફૂડની જાહેરાતો ઉપર લગામ લગાવવા અંગે સુચન આપવામાં આવ્યું છે. ભારતના બાળકોમાં છેલ્લા ઘણા વર્ષોથી વધતી મેદસ્વીતા અંગે જંક ફૂડ બહુ મહત્વનું કારણ છે તેવું વિવિધ સર્વેમાં બહાર આવ્યું છે. જંક ફૂડને ટેકનીકલ ભાષામાં "અલ્ટ્રા પ્રોસેસડ ફૂડ" (UPF) કહેવામાં આવે છે. આ પ્રકારના ખાવાને "હાઈ ફેટ સુગર એન્ડ સોલ્ટ ફૂડ" (HFSS) ના કારણે બાળકોમાં મેદસ્વીતા મોટા પ્રમાણમાં વધતી હોય છે. ઈકોનોમિક સર્વેમાં આ પ્રકારના જંક ફૂડની જાહેરાત સવારે ૬ વાગ્યાથી રાત્રીના ૧૧ વાગ્યા સુધી નાં દર્શાવવાના નિયમો લાગુ કરવા સૂચનો કરવામાં આવ્યા છે. આ પ્રકારનું સુચન કરવા સાથે ઇંગ્લેન્ડ અને નોર્વે જેવા દેશોમાં આ પ્રકારે જાહેરાતો ઉપર નિયંત્રણ લાગુ કરવામાં આવ્યા છે. આ સર્વેમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે વેપારી હિતોએ જાહેર સ્વાસ્થ્યને નુકસાન નાં કરે તે જોવું જરૂરી છે. જો આ સૂચનો માનવામાં આવે તો જંક ફૂડ બનાવતી કંપનીઓ અને તેની સાથે વેચાણમાં જોડાયેલ તમામ વેપારીઓને પણ નુકસાન જાય તેવું નિષ્ણાતો મને છે. પણ આ સામે બાળકોને આ પ્રકારના પદાર્થો ખાવાથી થતી મેદસ્વીતા સહીતની તકલીફોથી બચાવી શકાય છે. આર્થીક સર્વેક્ષણમાં એમ માનવામાં આવ્યું છે કે ભારત વિશ્વના સૌથી વધારે વિકસતું UPF માટેનું માર્કેટ બની ગયું છે જે ચિંતાનો વિષય ગણી શકાય.

Comments

તમારો પ્રતિભાવ આપો

હજુ સુધી કોઈ ટિપ્પણી નથી.

સંબંધિત સમાચાર

Advertisement
TEST AD - SHOULD SHOW