ગઈકાલે ૩૦ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ સંસદમાં આર્થીક સર્વે ૨૦૨૬ રજુ કરવામાં આવ્યું
આર્થિક સર્વેક્ષણ કોણ તૈયાર કરે છે?
આર્થિક સર્વેક્ષણ દર વર્ષે નાણાં મંત્રાલય હેઠળના Economic Affairs Department દ્વારા તૈયાર કરવામાં આવે છે.
આ સમગ્ર પ્રક્રિયાનું નેતૃત્વ કરે છે:
મુખ્ય આર્થિક સલાહકાર (Chief Economic Adviser – CEA) CEA સાથે અનુભવી અર્થશાસ્ત્રીઓ, નીતિ નિષ્ણાતો, ડેટા એનાલિસ્ટ્સ અને વિવિધ સરકારી વિભાગોની ટીમ કાર્ય કરે છે. નોંધપાત્ર વાત એ છે કે Economic Survey કેબિનેટનો દસ્તાવેજ નથી, પરંતુ તે મુખ્યત્વે Chief Economic Adviserની બૌદ્ધિક અને વ્યાવસાયિક દૃષ્ટિ પર આધારિત હોય છે.
આર્થિક સર્વેક્ષણ કોણ રજૂ કરે છે?
આર્થિક સર્વેક્ષણ સંસદમાં કેન્દ્રીય નાણાં મંત્રી દ્વારા રજૂ કરવામાં આવે છે. સામાન્ય રીતે બજેટના એક દિવસ પહેલાં લોકસભા અને રાજ્યસભા બંનેમાં ટેબલ કરવામાં આવે છે ઉદાહરણ તરીકે, બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ થવાનું હોય તો Economic Survey 31 જાન્યુઆરીએ રજૂ થાય છે.
આર્થિક સર્વેક્ષણ શું છે?
આર્થિક સર્વેક્ષણ એ ગયા નાણાંકિય વર્ષ દરમિયાન દેશની આર્થિક સ્થિતિનું વિસ્તૃત વિશ્લેષણ GDP, મોંઘવારી, રોજગાર, કૃષિ, ઉદ્યોગ, સેવા ક્ષેત્ર, વિદેશ વેપાર, રાજકોષીય સ્થિતિ વગેરેનો અભ્યાસ સાથે સાથે આવનારા વર્ષ માટે નીતિગત સ્થિતિ અને સૂચનોનો સમૂહ ગણી શકાય. સરળ ભાષામાં કહીએ તો ગયા વર્ષમાં જાહેર કરવામાં આવેલ બજેટમાં હાલની પરિસ્થિતિ શું છે? ગત વર્ષમાં આર્થીક ક્ષેત્રે શું સારું થયું શું સારું નાં થયું અને હવે શું કરી શકાય છે તે અંગેનું એક વિગતવાર સર્વેક્ષણ રહેતું હોય છે. આર્થીક સર્વેક્ષણએ આવનારા સામાન્ય બજેટનો બૌદ્ધિક આધાર બને છે. ટેક્સ નીતિ ખર્ચની પ્રાથમિકતાઓ સબસિડી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સામાજિક યોજનાઓ બજેટમાં થનારી ઘણી જાહેરાતોના સંકેતો સર્વેક્ષણમાં પહેલેથી જ આપવામાં આવે છે. અર્થતંત્રનું નિષ્પક્ષ મૂલ્યાંકન Economic Surveyમાં સરકારની સફળતાઓ સાથે ખામીઓ અને પડકારો પણ ખુલ્લેઆમ સ્વીકારવામાં આવે છે આથી તે માત્ર પ્રશંસાપત્ર નહીં, પરંતુ એક નિષ્પક્ષ આર્થિક “હેલ્થ રિપોર્ટ” છે તેમ ગણી શકાય. રોકાણકારો અને ઉદ્યોગ જગત માટે આર્થીક સર્વેક્ષણ એ સંકેત દેશી અને વિદેશી રોકાણકારો માટે માર્ગદર્શન પૂરું પડે છે. સરકારની ભવિષ્યની નીતિ દિશા સુધારાઓની પ્રાથમિકતા જોખમો અને તકો અંગે અંદાજ આપવામાં આવે છે.
Comments
તમારો પ્રતિભાવ આપો
હજુ સુધી કોઈ ટિપ્પણી નથી.